અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આશરો લઈ રહેલા પાડોશી દેશોના 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી.
અમદાવાદના પંડિત દીનદયાલ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે CAA અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પંડિત દીનદયાલ હોલમાં CAA અંતર્ગત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી અને 188 લોકોને CAA અંતર્ગત નાગરિકતા પત્ર આપ્યું.
આ કાર્યક્રમમાં અમદાવાદના 90, આણંદના 2 લોકોને નાગરિકતા પત્ર અપાયું. તો કચ્છના 3, મહેસાણાના 10, વડોદરાના 3 લોકોને નાગરિકતા પત્ર અપાયું. ઉપરાંત મોરબીના 36, પાટણના 18 લોકોને નાગરિકતા પત્ર આપવામાં આવ્યું. રાજકોટના 6, સુરેન્દ્રનગરના 20 નાગરિકતા પત્ર આપ્યા. આ રીતે પાડોશી દેશોના 188 હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી.
આ એવા લોકો છે જે પાડોશી દેશોમાં બનેલા દમનનો ભોગ બન્યા હોય અને પોતાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં આશરો લીધો હતો. તેવામાં રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવીને આવા નિરાધાર હિન્દુઓને દેશમાં આશરો આપ્યો છે.
No comments:
Post a Comment