ગુજરાત હાઇકોર્ટ નો હુકમ : ગુજરાત સરકાર કચ્છમાં આદાણી પાસેથી ૧૦૮ હેક્ટર ગૌચર ની જમીન પરત લેશે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, July 6, 2024

ગુજરાત હાઇકોર્ટ નો હુકમ : ગુજરાત સરકાર કચ્છમાં આદાણી પાસેથી ૧૦૮ હેક્ટર ગૌચર ની જમીન પરત લેશે

 

 ગુજરાત રાજ્યમાં આદાણી જૂથ દ્વારા જમીન  અધિગ્રહણ  acquisition ને આંચકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જુલાઈના રોજ રાજ્ય સરકારના કચ્છના મુન્દ્રાના નવીનાર ગામના ૨૩૧ એકર જમીન (ગૌચર - gauchar - common grazing land) આદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) પ્રોજેક્ટ માટે ફાળવવાના નિર્ણયને રદબાતલ કર્યો હતો.

હાઈકોર્ટની ખંડપીઠ જેમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદી હતા, તેમણે કડક  શબ્દોમાં આદેશ આપીને રાજ્ય સરકાર અને કચ્છના કલેકટર અમિત અરોરાના ગૌચર જમીન આદાણી જૂથને સોંપવાના નિર્ણય પર અશંતોષ  વ્યક્ત કરી હતી અને તેને "ખોટું" અને "અન્યાયી" ગણાવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને જમીનને તેની મૂળ ગૌચર જમીન તરીકે પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલા લેવા નિર્દેશ આપ્યો હતો.

Case: WLLP/17/2011 order Dated: 05/07/2024 by Gujarat High court


કોર્ટ ના આદેશ આદાણી જૂથ માટે મોટો ઝટકો છે, જેમણે કોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પહેલેથી જ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું અને જમીન પર નિર્માણ પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દીધી હતી.


જોકે, હાઈકોર્ટે આદાણી જૂથને સ્પષ્ટ કર્યું હતું કે "જ્યારે સરકારે જમીન પાછી લેવાનો અને ગ્રામજનોને આપવાનો નિર્ણય કર્યો હોય, ત્યારે તમારી વાત હાલના તબક્કે અનુચિત છે. જો તમે સરકારના ઠરાવને પડકારવા માંગતા હો, તો તમે અલગ અરજી દ્વારા રજૂઆત કરી શકો છો."


હાઈકોર્ટે તેની અગાઉની સુનાવણીઓમાં જમીન  અધિગ્રહણ  અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સાઈટ પરના નિર્માણ પ્રવૃત્તિઓ પર રોકનો ઓર્ડર પણ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "તમે ગામની ગૌચર જમીન બીજા હેતુ માટે કેવી રીતે આપી શકો? જો તમે તે આપી દો તો પણ તમારે વિકલ્પ ગૌચર જમીન ઉપલબ્ધ કરાવવી જોઈએ."


અગાઉની સુનાવણીઓમાં ઠપકોમળ્યા પછી, કચ્છના કલેકટરે  હાઈકોર્ટમાં એક હલફનામું દાખલ કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે નવિનાર ગામમાં ૭૩૨ ઢોર છે અને તેમને ૩૨૦ એકર ગૌચર જમીનની જરૂર છે.


હલફનામાંમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આદાણી જૂથ પાસેથી ૨૦૦૫ માં ફાળવેલી ૧૦૮ એકર ગૌચર જમીન સહિત કુલ ૨૩૧ એકર જમીન પાછી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જમીન પરત લેવાના પ્રપોસલ જુલાઈના રોજ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો.


સરકારે વધુ વિચારણા બાદ જુલાઈના રોજ આ પ્રપોસલ ને પણ મંજૂરી આપી દીધી છે, અને આ જમીનને ગૌચર તરીકે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય મુન્દ્રાના પ્રાંત અધિકારી દ્વારા લેવામાં આવ્યો છે.

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond