મનસુખ સાગઠીયાની ગેરકાયદે નિમણૂંક કરવામાં કોને રસ હતો? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, July 5, 2024

મનસુખ સાગઠીયાની ગેરકાયદે નિમણૂંક કરવામાં કોને રસ હતો?

 

PC: aajkaaldaily.com

રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ TPO અને TRP ગેમ ઝોનની આગની ઘટનાના આરોપી મનસુખ સાગઠીયાની ઓફિસમાં મંગળવારે પોલેસે 18 કરોડની મત્તા કબ્જે કરી, પછી બીજી પણ એક વાત સામે આવી કે સાગઠીયાની નિમણુંક જ ગેરકાયદે હતી. સરકારમાં કેટલું લોલમલોલ ચાલે છે તેનો આ પુરાવો છે.

મનસુખ સાગઠીયા 2012થી રાજકોટ મહાનગર પાલિકામાં ઇન્ચાર્જ TPO હતા. તેમની નિમણુંક 2023માં કાયમી TPO તરીકે કરવામાં આવી. તેમની નિમણુંકમાં નીતિ નિયમોને નેવે મુકી દેવામાં આવ્યા હતા. ખાતાકીય ભરતી માટે ઉંમર મર્યાદા 45 વર્ષની છે, પરંતુ સાગઠીયાની ઉંમર 55 વર્ષ હોવા છતા તેમની નિમણુંક કરી દેવામાં આવી. સવાલ એ છે કે સાગઠીયાની નિમણુંક કરવામાં કોને રસ હતો? સરકાર પાસે આખો રિપોર્ટ પહોંચી ગયો છે, પરંતુ હજુ સુધી આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો નથી.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond