અનંત અંબાણીએ લગ્નમાં પહેરેલા ડ્રેસની કિંમત 214 કરોડ રૂપિયા છે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, July 15, 2024

અનંત અંબાણીએ લગ્નમાં પહેરેલા ડ્રેસની કિંમત 214 કરોડ રૂપિયા છે

 

PC: twitter.com

અંબાણી પરિવારના શાહી લગ્ન સમારંભના 3 દિવસના કાર્યક્મનો આજે છેલ્લો દિવસ છે. અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગથી માંડીને 3 દિવસનો લગ્નનો કાર્યક્રમ દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહ્યો.તમને જાણીને નવાઇ લાગશે કે અનંત અંબાણીએ લગ્નના દિવસે જે વેડીંગ આફટફીટ પહેર્યો હતો તેની કિંમત 214 કરોડ રૂપિયા છે.

અનંત અંબાણીએ લગ્નના દિવસે ઓરેંજ કલરની સેરવાની પહેરી હતી, જેમાં રીયલ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત તેની શેરવાની પર એક હાથીના ચિત્રનું બ્રોચ લગાવવામાં આવ્યું છે, જેની કિંમત 14 કરોડ રૂપિયા છે. સેરવાનીમાં જે 5 બટન છે, તેમાં મોંઘા ડાયમંડ લગાવવામાં આવ્યા છે. અનંત અંબાણીએ જે શૂઝ પહેર્યા હતા તે પણ સોનાના હોવાનું કહેવાય છે. અનંત અંબાણીના 25 મિત્રોને 1.67 કરોડ રૂપિયાની એક એવી લકઝ્યુરિયસ ઘડિયાળો રિટર્ન ગિફ્ટ પેટે આપવામાં આવી છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond