ગુજરાતનાં મુખ્યમંત્રી કાર્યાલયનાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાશનાથનનો છ માસનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. 2013 માં તેઓ વય મર્યાદાનાં કારણે નિવૃત થયા હતા. ત્યારે બાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતનાં વહીવટી તંત્રને આપી હતી.
છ માસનો કાર્યકાળ લંબાવ્યા બાદ અનેક અટકળો વહેતી થઈ હતી
છેલ્લે છ માસનો કાર્યકાળ લંબાવ્યા પછી અનેક અટકળો વહેતી થવા પામી હતી.ત્યારે આવતીકાલે સેવાનાં અંતિમ દિવસે પહેલા રાજ્ય સરકાર તરફથી વિદાય માન આપવામાં આવ્યું હતું
દિલ્હીમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે
કે કૈલાશ નાથન 1979 ની બેચના અધિકારી. 2006 થી તેઓ સીએમઓમાં હતા. 2013 માં તેઓ વય નિવૃત્ત થયા બાદ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સીએમઓમાં જ હતા. મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે તેઓએ છેક સુધી કામ કર્યું હતું. તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે આજે સીએમોના મોટાભાગના અધિકારીઓ કે કે ને મળવા ગયા હતા અને શુભેચ્છા પાઠવી હતી. સીએમ છોડતા પહેલા આજે કે કે એ મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી અને કેટલીક ફાઈલોના સંદર્ભમાં પણ ચર્ચા કરી હતી. કેકે ને ટૂંક સમયમાં દિલ્હીમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતાઓ છે. કેકે ને કોઈ રાજ્યના રાજ્યપાલ નું પદ પણ મળી શકે છે.
કે. કૈલાશનાથન માટે ખાસ જગ્યા ઉભી કરવામાં આવી હતી
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની નિમણૂંક કરી હતી. તેમજ દોઢ મહિનો રૂપાણી સરકારમાં કે.કૈલાશનાથનની નિમણૂંક કરવામાં આવી હતી.પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં કાર્યકાળ દરમ્યાન કે.કૈલાશનાથન નરેન્દ્ર મોદીનાં અગ્રસચિવ તરીકે સીએમઓમાંથી તા. 31 મે 2013 નાં રોજ વય નિવૃત થયા હતા. જે બાદ સીએમઓમાં તેઓની ખાસ નિયુક્તિ કરવામાં આવી હતી.
#WATCH | Gandhinagar: On PM Modi's birthday, Gujarat CM Bhupendra Patel says, "Best wishes to the Global leader PM Modi on the occasion of his birthday. Today, Narmada Dam is flowing at its full capacity of 138.68 metres. It is the long-term thinking of PM Modi that Gujarat is… pic.twitter.com/ayGIfnZwlP
— ANI (@ANI) September 17, 2023
No comments:
Post a Comment