Mansukh Vasava એ પોસ્ટ મૂકી જણાવ્યું છે કે ..
ખોટા મુદ્દા ફેરવી ધડ-માથા વગરની વાતો કરવાની નરેશભાઈ દ્વારા કોશિશ..
નરેશ ભાઈ તમને જણાવવાનું કે તમે મુખ્ય વિષય અને મુદ્દાઓ ને બદલો નહિ.તમે તમારી શરૂઆતની પોસ્ટમાં લખ્યું હતું થોડી રાહ જુઓ પુરાવા ઉપલબ્ધ છે એપિસોડ લાંબો ચાલશે તમે જાહેરમાં બધું લખ્યુ, તથા નરેશ ભાઈએ એવું કહ્યું કે " મારા અને સામાજિક આગેવાન પર ખૂની હોવાની શંકા મનસુખ ભાઈ દ્વારા થઈ."
તો નરેશ ભાઈ તમે કે કોઈ બીજા પર ખૂની હોવાની શંકા વિશે મારા કોઈ પણ સોશિયલ મીડીયા પર કોઈ પણ પોસ્ટ મૂકેલ છે ?. આ તમે ઇરાદા પૂર્વક મને બદનામ કરવાનું અને કોઇક ની સાથે અથડામણના પ્રયાસ કરી રહ્યા છો.
તમે ખુલાસાઓ કરીને જનતા ને જણાવો કે મેં ક્યારે તમે ખૂની છો તેવી શંકા મારા ફેસબુક પોસ્ટ પર મૂકી હતી ?
તમે જેમ કહ્યું તેમ પુરાવાઓ ઉપલબ્ધ છે એપિસોડ લાંબા ચાલશે તો આ વાતનું સબૂત બતાવો? બાકી વિષય વસ્તુને બદલી જનતાને ગુમરાહ કરવાનું છોડી દેવું જોઈએ. કોઈ પાયા વિહોણી વાત કરી મને બદનામ કરવાના કાવતરાં ના કરવા જોઈએ. જનતા ને સત્ય ખબર છે જનતા સમજુ છે. તમારી આવી વાતોમાં સમજુ પ્રજા આવશે નહીં.
No comments:
Post a Comment