ગત લોકસભા ચૂંટણી ૨૦૧૯ માં નરેશ ભાઈ માટે મનસુખ ભાઈ વસાવા ખૂબ સારા માણસ હતા. પાંચ વર્ષ પહેલાં મનસુખ ભાઈ વસાવા તેમને પ્રમાણિક, સુ વહીવટી કરનારા નેતા લાગ્યા હતા અને ૨૦૧૯ લોકસભા ચૂંટણી વખતે મારા કાર્યો વિશે પ્રશંસા કરી વીડિયો બનાવી જોર સોર થી પ્રચાર કર્યો હતો, તેના માટે હું નરેશભાઈ નો આભારી પણ છું.
તે જ પ્રમાણે ચૈતર વસાવા માટે મનસુખ ભાઈ ખૂબ સારા નેતા, આદિવાસીઓ ના હક માટે અવાજ ઉઠાવનાર હતા ચૈતરે એક ઇન્ટરવ્યૂ માં પણ કહ્યું હતું કે મનસુખભાઈ ના કાર્યો તેમને ગમે છે. ચૈતર વડીલ તરીકે મને સન્માન આપતા અને આશીર્વાદ લેવા માટે પણ મારી પાસે આવતા. અચાનક આ લોકોના મનમાં એવું શું થયું કે તેઓને મનસુખ ભાઈ ખરાબ લાગે છે. બંન્ને ના ટીવી ઇન્ટરવ્યૂ હું જોઉં છું તેઓ પ્રજા સમક્ષ મારો ખોટો ચહેરો ચીતરી રહ્યા છે.
લોકોમાં મારી બદનામી થાય તેના માટે સત્ય ને તોડી મરોડી ને સોશિયલ મીડિયામાં અને તેમની ચેનલોમાં ચલાવી રહ્યા છે. ખોટા ઇન્ટરવ્યૂ, ખોટી ફરિયાદ કરી પ્રજા ને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે લોકોને મારે પરદા પાછળ ની હકિકત કહેવી છે. નરેશભાઈ પાંચ વર્ષ પહેલા ભરૂચ નું ઘરેણું કહેવાય તેવી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડની જમીનનો કેટલોક ભાગ પચાવી પાડવા માંગતા હતા. આ જમીન પડાવવા માટે તેઓએ આકાશ પાતાળ એક કરી દીધી પણ ભરૂચ ના કેટલાક સજ્જન અને જાગૃત નાગરિકોએ સરકારમાં રજૂઆત કરતા ભરૂચની મોકા ની જમીન જેમાં અનેક પ્રકારના સરકારી અને અર્ધસરકારી કાર્યક્રમો થતા અને યુવાનો સ્પોર્ટ્સ માટે તેનો ઉપયોગ કરતા હતા આવી જમીન નરેશભાઈને મળી નહીં. નરેશભાઈએ અમારા પર પણ ખૂબ દબાણ કર્યું અને નરેશભાઈ અમને પત્ર લખવા જણાવ્યું પણ તે વખતે અમે સ્પષ્ટ ના પાડી દીધી અને જેમાં નરેશભાઈને માઠું લાગ્યું કે તેમને પોતાની મનગમતી જમીન પોતાના ટ્રસ્ટના નામે થઈ નહીં. આ જ કારણથી નરેશભાઈને ભાજપના આગેવાનો અને ભાજપની સરકાર અળખામણી લાગે છે એટલે જ નરેશભાઈ ને દુખે છે પેટમાં અને કુટે છે માથું... પોતાની મનપસંદ જમીન ના મળતા અને તેના કહ્યા મુજબ મેં ના કર્યું તેના લીધે તેઓ સતત મારા વિરુદ્ધ ખોટા સમાચારો ખોટા ઇન્ટરવ્યૂ છાપવાનું કામ કરી રહ્યા છે.
એ જ રીતે ચૈતર વસાવા જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે પણ દબંગગીરીથી જીઇબી ના કર્મચારીઓ, PI ડેડીયાપાડા ના ધમકાવતા, ડેડીયાપાડા ફોરેસ્ટ કચેરીમાં ઘૂસી જઈને કર્મીઓને પણ ધમકાવતા. ચૂંટણી પહેલા પણ ફુલસર રેન્જ આદિવાસી બીટગાર્ડ ફોરેસ્ટરને પોતાના ઘરે બોલાવીને ઢોરમાર માર્યો હતો ને હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આજ દબંગીરીથી તારીખ 17/05 ના ડેડીયાપાડા ના TDO શ્રી સોનીને બોલાવી લીમડા ચોકમાં બોલાવ્યા હતા પણ ટીડીઓ સોની લીમડા ચોક પર ગયા નહીં એટલી નાની વાતમાં ચૈતરભાઈ ગુસ્સે થઈ ગયા અને સીધા કચેરીમાં પહોંચી અને દબંગ પૂર્વક ટીડીઓ સાથે ગાળા ગાડી કરી બજારમાં કપડાં કાઢીને દોડાવી દોડાવીને ઢોરમાં મારવાની ધમકી આપી અને અનેક પ્રકારની લખી પણ ન શકાય તેટલી ગાળો આપી.
TDO જેમ તેમ ત્યાંથી પગે લાગી અને જતા રહ્યા પણ આ ઘટનાની જાણ સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાઈ ગઈ એટલે જ મને પણ તાલુકા પંચાયત કર્મચારીએ જાણ કરી અને હું ભરૂચ થી સીધો ડેડીયાપાડા પહોંચવા નીકળી ગયો ભરૂચ થી નીકળતા પહેલા મેં તાલુકા પંચાયતના સભ્યોને આ બાબતની જાણકારી અને કચેરી પહોંચવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું. હું, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો કચેરીઓએ બેઠા હતા અને બનેલી ઘટના બાબતે ચર્ચાઓ કરતા હતા આ બાબતની જાણ ચૈતર વસાવા ને થતા તેઓ શાંતિ ભંગ કરવાના હેતુથી પોતાના 100- 150 જેટલા માણસો સાથે તાલુકા પંચાયત કચેરી આવ્યા આ બધા જ માણસો પીધેલી હાલતમાં હતા અને ભાજપ સરકાર માટે વિવધ પ્રકારની ગાળા ગાળી કરી. નરેશભાઈ એન્ડ કંપનીને મારે જણાવવાનું કે ચૈતર ભાઈ જે બધું કરે છે પોતાના સ્વ બચાવમાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. TDO દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તથા પોલીસને લેખિતમાં આ તમામ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. તેઓ પાસે પુરાવો પણ છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પ્રજાને કોણ ગેર માર્ગે દોરે છે એ પણ સામે આવી જશે. જે સત્ય છે એ બહાર આવશે જે ગુનો કરે છે તેના વિરુદ્ધતંત્ર જરૂરથી કાર્ય કરશે. આ બધાની વચ્ચે અમારી ફરજ આવે છે કે વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને વહીવટી તંત્ર થકી પ્રજાના હિતમાં વિકાસના કામો થતા રહે. ચૈતર વસાવાને કહેવાનું કે જો ટીડીઓ પાસે એમને કંઈ કામ હોય કે ફરિયાદ હોય તો લેખિતમાં ફરિયાદ કરી શકે. ઓફિસે જઈ શાંતિથી રજૂઆત કરી શકે. ના કે દબંગાઈ દર્શાવવી ગમે ત્યાં પર બોલાવી ના શકે, ધમકાવી કે ગાળો ના આપી શકે. આવું કરવાથી ડેડીયાપાડામાં વિકાસના કામો અટકશે અને પ્રજાને તકલીફ થશે. કોઈને પણ કોઈ પણ અધિકારી વિરૂદ્ધ ની ફરિયાદ હોય તેમને યોગ્ય જગ્યાએ પત્ર લખવો જોઈએ પણ આ રીતે દબંગગીરી ના કરાય.
No comments:
Post a Comment