ભારતના સંવિધાનની પાંચમી અનુસૂચી મુજબના આદિવાસી વિસ્તારો અને તેનો વહીવટ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Sunday, May 12, 2024

ભારતના સંવિધાનની પાંચમી અનુસૂચી મુજબના આદિવાસી વિસ્તારો અને તેનો વહીવટ

જોહાર સાથીઓ!



આજે આપણે ભારતના સંવિધાનની પાંચમી અનુસૂચી વિશે વાત કરીશું. આ એક ખાસ કાયદો છે જે આદિવાસીઓના અધિકારો અને તેમના વિસ્તારોના સંચાલનનું રક્ષણ કરે છે. શું તમે જાણો છો કે આદિવાસી વિસ્તારો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? શું તમને ખબર છે કે આ વિસ્તારોમાં રહેતા લોકોને કયા વિશેષ અધિકારો મળે છે? આવો, આપણે આ બધા પ્રશ્નોના જવાબ આ વિડિઓમાં શોધીએ."

સરું આત થી અંત સુધી આ વિડીઓ જરૂર જોજો.


અનુસૂચિત વિસ્તારો શું છે
?

ભારત ના સંવિધાન ના ભાગ 10, અનુચ્છેદ ૨૨૪ () મુજબ માં આદિવાસી બાહુલ્ય વિસ્તારોનું સંચાલ બાબતે ખાસ અધિકાર આપેલ છે.

અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ અને નિયંત્રણ ને પાંચમી અનુસૂચિની જોગવાઈઓ લાગુ પડશે.

જેમાં આશામ, મેઘાલય, ત્રિપુરા, અને મિઝોરમ ને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ લાગુ પડે છે.

પાંચમી અનુસૂચિની જોગવાઈઓ માં સ્વાયત રાજ્ય સ્વાયત સાસન મુજબ ની જોગવાઈ ઓ છે.

 અનુસુચિત વિસ્તાર , સીડ્યુલ એરિયા નો વહીવટ

સીડ્યુલ અરિયા એટલે એવા વિસ્તારો જ્યાં એબોરીજનલ એટલે આદિવાસી રહે છે.  જ્યાં તેમના પૂર્વજો રેહતા આવ્યા છે, રેહવાની અને જીવવાની રીત અલગ છે, જેમની જીવન શૈલી આખી અલગ છે.

આ વિસ્તારો આદિવાસીઓના ઐતિહાસિક નિવાસસ્થાન અને તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું રક્ષણ કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં, આદિવાસીઓને જમીન, જંગલો અને અન્ય કુદરતી સંસાધનો પર ખાસ અધિકારો મળે છે.

સોસીઅલી અને ઈકોનોમીકલી આ વિસ્તારોના લોકો ની સ્થિતિ ગંભીર છે. તેથીજ તો તેમના ડેવલોપમેન્ટ માટે સ્પેસીઅલ એફોર્ટ કરવા જરૂરી છે.

એટલા માટે જે આખા દેસમાં જે કાયદા અને કાનુન છે તેના કરતા અનુસુચિત ના આ આદિવાસી વિસ્તારોમાં થોડી અલગ સંવિધાનિક કાયદાની જોગવાઈ છે.

જેથી આ વિસ્તારો માટે રાજ્ય સરકાર અને કેદ્ર સરકારની વધુ જવાબદારી છે.

તેમ છતાં પણ કેન્દ્ર સરકાર ની આ વિસ્તારો માટે વધુ જવાબદારી છે.

 

અનુસુચિત વિસ્તારો માટે વહીવટની ની જોગવાઈ શું છે તે સમજીએ

 

સીડ્યુલ અરેયાની જાહેરાત:

સીડ્યુલ અરેયા જાહેર કરવાની સત્તા રાષ્ટ્ર પતિ પાસે છે. રાષ્ટ્ર પતિ સીડ્યુલ અરેયા વધારી કે ઘટાડી સકે છે.

 

રાજ્ય અને કેન્દ્ર સરકાર ની સંચાલન માટેની જવાબદારી:

રાજ્ય અને કેન્દ્ર સરકાર ની બંને ની જવાબદારી સીડ્યુલ અરેયા માટે બને છે. અને રાજ્ય ના ગવર્નર શ્રી સીડ્યુલ એરિયાના મુખ્ય કર્તા હર્તા છે. રાજ્યપાલ શ્રી એ એન્યુલી રાષ્ટ્ર પતિ શ્રી ને આ વિસ્તારો બાબતે રીપોર્ટ આપવાનો હોય છે.

કેન્દ્ર સરકાર એક્ષ્યુક્યુટીવ ડાયરેકશન રાજ્ય સરકાર ને આપી સકે છે. કે આપના રાજ્ય ના આદિવાસી વિસ્તારોમાં આ આ તકલીફ છે અને એનામાંટે શું કરવું જરરી છે.

 

ટ્રાયબલ એડવાઈસરી કાઉન્સિલ:

૨૦ મેમ્બર હોય છે. જેમાં ૧૫ મેમ્બર આદિવાસી એમએલએ હોય છે. અને તેના પ્રમુખ પણ આદિવાસી જ હોઈસકે છે.

 

 

સીડ્યુલ એરિયામાં લાગુ કાયદાઓ:

કેન્દ્ર કે રાજ્ય સરકાર જો કોઈ કાયદો બનાવે ત્યારે આ સીડ્યુલ એરિયા આદિવાસી વિસ્તાર માં લાગુ નહિ થાય, અને જો લાગુ થાય તો તેમાં આ વિસ્તારો માટે સ્પષ્ટ જોગવાઈ કરવાની થાય છે. જેનાથી આદિવાસી ના મૂળભૂત અધિકાર નું રક્ષણ થાય. જેની તકેદારી રાષ્ટ્પતિ શ્રી અને રાજ્યપાલ શ્રી ની હોય છે. અને જો કોય કાયદો લાગુ થાય ત્યારે ગવર્નરશ્રી ની જવાબદારી હોય છે કે આદિવાસી ના હકો નું ઉલંઘન ન થાય.

ગવર્નરશ્રી ટ્રાયબલ એડવાઈઝરી કાઉન્સિલ ની મદદ થી આદિવાસી વિસ્તાર માં આદિવાસી ના હક માટે કાયદા બનાવી સકે છે. જેમાં રાષ્ટ્રપતિ ની મંજુરી લેવી જરૂરી છે. જો રાષ્ટ્રપતિ ની મંજુરી ન મળે તો કાયદો ન બનાવી સકાય.

સીડ્યુલ એરિયા તો બની ગયા પરતું સીડ્યુલ એરિયા યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે તમે કેવી રીતે નક્કી કારસો? તે માટે સવીધન માં કીધું છે કે, રાષ્ટ્ર પતિ એક ટ્રાયબલ કમિસન અપોઈન્ટ કરશે. અને તેમાટે સંવિધાન લાગુ થયાના 10 વર્ષ માં ટ્રાયબલ કમિસન બનાવવાનું હતું.

પહેલું ટ્રાયબલ કમિસન ૧૯૬૦ માં બન્યું હતું, જે ના હેડ હતા યુ એન ઢેબરસાહેબ જેમને રીપોર્ટ ૧૯૬૧ માં રીપોર્ટ જમા કરાવ્યો.

અને ત્યાર પછી ૪૦ વર્ષ પછી ટ્રાયબલ કમિસન બન્યું.

૨૦૦૨ માં જેના હેડ હતા દિલીપ સિંગ ભુરીયા સાહેબ જેમને ૨૦૦૪ માં રીપોર્ટ જમા કરાવ્યો.

આદિવાસી એરિયા એસેસ કરવા માટે અત્યાર સુધી બે જ કમિસન બન્યા છે.

અનુસુચિત વિસ્તારો યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે જાણવા માટે ટ્રાયબલ કમિસન અત્યાર સુધી બે જ બન્યા છે સાથીઓ.

આદિવાસી અનુસૂચિત વિસ્તારોમાં રહેતા લોકોને શું લાભ મળે છે?

  • જમીન પર અધિકાર: આદિવાસીઓને તેમના દ્વારા ખેતી કરવામાં આવતી જમીન પર ખાસ અધિકારો મળે છે.
  • જંગલો પર અધિકાર: આદિવાસીઓને જંગલના ઉત્પાદનો, જેમ કે લાકડું, ખાદ્ય પદાર્થો અને દવાઓનો ઉપયોગ કરવાનો અધિકાર મળે છે.
  • રોજગારી: સરકાર આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો પૂરી પાડવા માટે ખાસ યોજનાઓ ચલાવે છે.
  • શિક્ષણ: આદિવાસી બાળકો માટે વિના મૂલ્યે શિક્ષણ ઉપલબ્ધ છે.
  • આરોગ્યસંભાળ: આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા વિના મૂલ્યે આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આદિવાસી અનુસૂચિત વિસ્તારો સામેના પડકારો

  • ગરીબી: આદિવાસી વિસ્તારોમાં ગરીબી એક મોટી સમસ્યા છે.
  • વિકાસનો અભાવ: આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્યસંભાળ અને રોજગારીની તકોનો અભાવ છે.
  • શોષણ: આદિવાસીઓ ઘણીવાર બહારના લોકો દ્વારા શોષિત થાય છે.
  • સંઘર્ષ: આદિવાસી જમીન અને સંસાધનો પરના અધિકારો માટે સંઘર્ષ કરે છે

Administration of tribal areas

આવતા વીડીઓમાં “ ના લોકસભા ના વિધાન સભા, સૌથી ઉચી ગ્રામ સભા” તો ગ્રામ સભા કેટલા પ્રકાર ની હોય છે તે વિષે જાણીશું.

ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા

ભરૂચ 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond