અંગ્રેજોએ દુનિયાભરમાં શાસન કર્યું હતું અને ત્યાંથી અમૂલ્ય ચીજો ચોરીને બ્રિટન લઇ ગયા હતા. ભારતમાંથી પણ કોહિનુર ડાયમંડ સહિતની અમૂલ્ય ચીજો બ્રિટિશરો ચોરી ગયા હતા અને આ બધી વસ્તુઓ આજે પણ બ્રિટીશ મ્યૂઝિયમમાં છે.
અંગ્રેજોને 1859માં મદ્રાસમાંથી ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી હતી અને અમરાવતી માર્બલ પણ બ્રિટન સાથે લઇ ગયા હતા. મૈસુરના શાસક ટીપુ સુલતાન સાથે જીત મેળવ્યા પછી અંગ્રેજો ટીપુ સુલતાનની કિંમતી વીંટી લઇ ગયા હતા. જે 2014માં 1,45 લાખ પાઉન્ડમાં હરાજી કરવામાં આવી હતી.
અંગ્રેજો ભારતમાંથી સૌથી અમૂલ્ય કોહિનુર ડાયમંડ લઇ ગયા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1849માં રાણી વિકટોરીયાને કોહિનુર આપેલો. આ ડાયમંડ આંધ્રપ્રદેશની કોલ્લુર માઇનમાંથી મળેલો જેનું વજન 21.6 ગ્રામ છે.

No comments:
Post a Comment