ભરૂચ: છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારીપત્ર - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, April 19, 2024

ભરૂચ: છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારીપત્ર

 ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. 



ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભરૂચમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારત આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને તેમની ઉમેદવારી નોંધાવી હતી. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાય જતા તેમણે નવો દાવ ખેલ્યો હતો જેના ભાગરૂપે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ રાજસ્થાન બેઇઝડ ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે દિલીપ વસાવાએ તેમની જીતનો દાવો રજૂ કર્યો હતો 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond