આનંદો, આવતા સપ્તાહથી બજારમાં કેરી જ કેરી જોવા મળશે, જાણો શું ભાવ ચાલે છે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Sunday, April 28, 2024

આનંદો, આવતા સપ્તાહથી બજારમાં કેરી જ કેરી જોવા મળશે, જાણો શું ભાવ ચાલે છે

 

PC: gujaratsamachar.com

ઉનાળાની સિઝનમાં ભલે આકરો તપ સહન કરવો પડે, પરંતુ કેરીની સિઝન માણવાની પણ એક મજા પડે. કેરી એવું ફળ છે જે આબાલ, વૃદ્ધ, મહિલા સૌને પ્રિય હોય છે. તેમાં પણ કેસર કેરી તો મેંગોનો કિંગ કહેવાય છે. કેસર કેરી સૌથી પહેલા બજારમાં આવે છે અને તેનો સ્વાદ પણ અનેરો હોય છે.

કેસર કેરી સામાન્ય રીતે સૌરાષ્ટ્રના તાલાલા, અમરેલી જેવી વિસ્તારોમાંથી અને વલસાડથી આખા ગુજરાતમાં જાય છે. કેસરી કેરીના શરૂઆતમાં ઉંચા ભાવ હતા, પરંતુ અત્યારે થોડા ઘટયા છે. APMC માર્કેટમાંથી મળેલી માહિતી મુજબ 10 કિલો કેસર કેરીના ભાવ અત્યારે 1000થી 1400 રૂપિયા જેટલો ચાલી રહ્યો છે. અત્યારે બજારમાં કેરીની આવક ઓછી છે, પરંતુ મે મહિનાના પહેલા સપ્તાહથી બજારમાં ઢગલે ઢગલા કેરી આવવાની શરૂ થશે. કેસર કેરી ઉપરાંત હાફુસ, લંગડો, તોતાપુરી, દેશી કેરી પણ મોટા પ્રમાણમાં આવશે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond