ગુજરાતમાં 3 દિવસ ક્યાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, April 13, 2024

ગુજરાતમાં 3 દિવસ ક્યાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

 

PC: jagran.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે તાજેતરમાં આગાહી કરી હતી કે ગુજરાતમાં આગામી 3 દિવસમાં કમોસમી વરસાદ પડશે. હવે ગુજરાતના હવામાન વિભાગે એ આગાહી કરી છે કે ક્યા કયાં જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 13, 14 અને 15 એપ્રિલ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.હવામાન વિભાગે કહ્યું છે કે વંટોળ અને વીજ કડાકા સાથે વરસાદ પડશે અને પવનની ગતિ પણ 30થી 40 કિમીની હશે.

13 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ પડશે. 14 એપ્રિલે બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ગીર સોમનાથ અને કચ્છ. જ્યારે 15 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર,દાહોદમાં વરસાદ પડશે. કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond