ચૂંટણી સર્વે: પહેલા તબક્કાની 102 બેઠકોમાંથી NDA આટલી સીટ જીતી શકે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, April 23, 2024

ચૂંટણી સર્વે: પહેલા તબક્કાની 102 બેઠકોમાંથી NDA આટલી સીટ જીતી શકે

 

PC: indiatoday.in

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થઇ ગયું છે. 21 રાજ્યો અને 102 બેઠકો પર મતદાન શરૂ થયું છે. ભાસ્કર ગ્રુપે આ 102 બેઠકો પર NDA અને ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળી શકે તેનો સર્વે કર્યો છે.

ભાસ્કરના સર્વે મુજબ પ્રથમ તબક્કાની 102 બેઠકોમાંથી 40થી 45 બેઠકો ભાજપને અને 42થી 47 બેઠકો INDIA ગઠબંધનને મળી શકે એવું કહેવામાં આવ્યું છે. 2019ની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં ભાજપને 40 બેઠકો મળી હતી,જયારે DMKને 24, કોંગ્રેસને 15 અને અન્યોને 23 બેઠકો મળી હતી.

તમિલનાડુમાં ભાજપને આ વખતે 1 સીટની આશા છે.રાજસ્થાનમાં ભાજપ 2019માં બધી 25 બેઠકો જીત્યું હતું. પ્રથમ તબક્કામાં 12 સીટનું મતદાન છે, તેમાંથી 1 સીટ કોંગ્રેસ અને 1 સીટ અન્યને મળે જ્યારે 10 સીટ ભાજપ જીતી શકે છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond