બારડોલી લોકસભા બેઠક પરથી ભાજપે આ વખતે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે અને કોંગ્રસે સહકારી આગેવાન સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે. બારડોલી બેઠક 2009માં બની, પરંતુ એ પહેલાં આ બેઠક માંડવી બેઠક તરીખે ઓળખાતી હતી. માંડવી અને બારડોલી બેઠક મળીને કુલ 16 ચૂંટણી થઇ છે, તેમાં 13 વખત કોંગ્રેસે જીત મેળવી છે અને 3 વખત ભાજપ જીત્યું છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો આ વિસ્તારમાં ભારે દબદબો હતો અને તેમના પુત્ર તુષાર ચૌધરી 2009માં લોકસભા ચૂંટણી જીત્યા હતા અને યુપીએ સરકારમાં મંત્રી પણ બન્યા હતા, પરંતુ 2014 અને 2019 લોકસભાની ચૂંટણી તુષાર ચૌધરી હારી ગયા હતા અને આ વખતે તેમણે બેઠક બદલીને તેમના માતાના ગામ સાબરકાંઠાથી ઉમેદવારી નોંધાવી છે.
No comments:
Post a Comment