ટાઇમ્સ નાઉનો સરવે, લોકસભામાં કોને વધારે સીટ મળશે? - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, March 13, 2024

ટાઇમ્સ નાઉનો સરવે, લોકસભામાં કોને વધારે સીટ મળશે?

 

PC: thestatesman.com

લોકસભાની ચૂંટણીની હવે ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે એ પહેલાં ટાઇમ્સ નાઉ નવભારત ETGનો એક સર્વે સામે આવ્યો છે, જેમાં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તેનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. સર્વેમાં જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન NDAને 358થી 398 બેઠકો મળી શકે તેવું કહેવામાં આવ્યું છે, જ્યારે INDIA ગઠબંધનને 110થી 130 બેઠકો મળશે. આ સિવાય આંધ્રપ્રદેશની પાર્ટી YSRCPને 21થી 22 બેઠકો, બીજુ જનતા દળને 10થી 11 અને અન્ય પાર્ટીઓને 11થી 15 સીટો મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

લોકસભાની કુલ 543 બેઠકો છે અને બહુમતી માટે કુલ 272 બેઠકો જીતવી પડે. ટાઇમ્સ નાઉના સર્વે મુજબ જોઇએ તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ત્રીજી વખત સરકાર બનશે તેવું ચિત્ર બતાવવામાં આવ્યું છે.


No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond