મુસ્લિમ બહુમતી ધરાવતા આ 5 દેશોમાં પણ પ્રાચીન હિંદુ મંદિરો છે - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Wednesday, March 6, 2024

મુસ્લિમ બહુમતી ધરાવતા આ 5 દેશોમાં પણ પ્રાચીન હિંદુ મંદિરો છે

 

PC: twitter.com

બુધવારે અબુધાબીમાં હિંદુ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થવાનું છે. ત્યારે દુનિયામાં મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ હિંદુ મંદિરો છે તેની અમે વાત કરીશું.

બહેરીનમાં એક હિંદુ મંદિર છે, જે 200 વર્ષ જૂનું છે અને ભગવાન કૃષ્ણને સમર્પિત છે. થટ્ટાઇ સમાજે 1871માં સ્થાપની કરી હતી.

ઇન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિર છે. આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બિરાજમાન છે. આ મંદિર 9મી સદીનું હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ઇન્ડોનેશિયાના બાલીમાં માતા સરસ્વતી અને શિવ મંદિર પણ છે.

ઓમાનના મસ્કતમાં 109 વર્ષ જૂનું શિવ મંદિર છે જેને મોતીશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મસ્કતમાં ભગવાન કૃષ્ણ અને ગુરુદ્વારા પણ છે.

મલેશિયામાં મુરુગન મંદિર છે, જે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરથી 13 કિ.મી . દુર છે. ભગવાન મુરુગન આ મંદિરમાં બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન કાર્તિકેયની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવેલી છે.

પાકિસ્તાનમાં કટાસરાજ મંદિર આવેલું છે, જે 7મી સદીમાં બન્યું હતું. આ મંદિર ભગવાન શિવનું મંદિર છે. મહાભારતમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond