ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 17 મેના દિવસે ચૂંટણી થવાની છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે પહેલી યાદીમાં 15 અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ હજુ 4 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થયા નથી.
ગુજરાતમાં ભાજપે જે 4 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર નથી કર્યા તેમાં મહેસાણા, અમરેલી,સુરેન્દ્રનગર અને જુનાગઢની સીટ છે. મહેસાણમાં વર્ષ 2019માં શારદાબેન પટેલ 2.81 લાખથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે ઘણા સમય પહેલાં જ કહી દીધું હતું કે, પોતે ચૂંટણી લડવા માંગતી નથી. મહેસાણા બેઠક પર નીતિન પટેલે પણ નામ ખેચીં લીધું છે.
અમરેલીમાં વર્ષ 2019માં નારણ કાછડીયા 2 લાખ મતથી જીત્યા હતા, સુરેન્દ્રનગરમાં ડો. મહેન્દ્ર મુંજપરા 2.65 લાખ મતથી જીત્યા હતા જ્યારે જુનાગઢમાં રાજેશ ચુડાસમાં દોઢ લાખ મતથી જીત્યા હતા.
જાણવા મળેલી વિગત મુજબ ભાજપ આ ચારેય બેઠકો પર નવા ઉમેદવારો ઉતારે તેવી સંભાવના છે, એવા સંજોગોમાં જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને કોઇ વિવાદ ન ઉભો થાય એટલે નામ જાહેર કરવામાં મોડું થઇ રહ્યં છે.
No comments:
Post a Comment