ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.
લોકસભા ચૂંટણીનો આખો કાર્યક્રમ
7 તબક્કામાં મતદાન
19 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન
1 જુનના દિવસે છેલ્લા તબક્કાનું મતદાન
4 જુને રિઝલ્ટ
વોટિંગથી રિઝલ્ટ સુધી 46 દિવસનો સમય
543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે.
No comments:
Post a Comment