PM મોદી સાધારણ મનુષ્ય નથી, તેઓ ભગવાનના અવતાર છેઃ કંગના રણૌત - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, November 4, 2023

PM મોદી સાધારણ મનુષ્ય નથી, તેઓ ભગવાનના અવતાર છેઃ કંગના રણૌત

 

 

દ્વારકાના પ્રવાસે આવેલી બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતે ફરીએકવાર PM નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે. કંગનાએ હિન્ટ આપી હતી કે, તે લોકસભાની ચૂંટણી લડી શકે. આ સિવાય તેણે PM નરેન્દ્ર મોદીને ભગવાનના અવતાર સુધી કહી દીધું હતું. કંગનાએ કહ્યું હતું કે, PM મોદી સાધારણ મનુષ્ય નથી, તેઓ ભગવાનના અવતાર છે. તેઓ દેશ અને દુનિયાનું કલ્યાણ કરવા આવ્યા છે. તેઓ ગુજરાતની ધરતી પર જન્મ્યા છે. હું ઈચ્છું છું કે, સનાતનનો ઝંડો આખા વિશ્વમાં લહેરાય.

કંગનાએ ભારતીય જનતા પાર્ટીના પણ ભરપેટ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ભાજપ સરકારના પ્રયાસોથી આપણે ભારતીયોને 600 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ જોવા મળ્યો છે. આપણે ખૂબ ધૂમધામથી મંદિરની સ્થાપના કરીશું.

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત મોટોભાગે પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહે છે. આ વખતે તેણે 2024ની લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. હાલમાં જ કંગનાની ફિલ્મ તેજસ રીલિઝ થઇ છે. જોકે, તેજસની કમાણીએ કંગનાને કંઇક ખાસ ખુશી આપી નથી. ફિલ્મની રીલિઝ પછી કંગના ગુજરાતના પ્રસિદ્ધ મંદિર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે ભગવાનના દર્શન કર્યા અને દ્વારકાધીશ મંદિરમાં માથુ નમાવ્યું.

આ દરમિયાન કંગનાએ મીડિયા સાથે વાત કરી અને વાત વાતમાં ચૂંટણી લડવાના સંકેત પણ આપી દીધા. કંગનાને 2024ની લોકસભા ચૂંટણી લડવાને લઇ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં કંગના રણૌતે કહ્યું કે, જો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે. અભિનેત્રીના આ નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે જો તેને તક મળશે તો તે ચૂંટણી લડી શકે છે.

પાછલા ઘણાં વર્ષોથી કંગનાને લઇ એવી ખબરો સામે આવી રહી હતી કે તે ચૂંટણી લડી શકે છે. કંગનાએ અત્યાર સુધીમાં ભારતીય રાજકારણને લઇ ઘણાં નિવેદનો આપ્યા છે. એવામાં તેનું રાજકારણમાં પોતે ભાગ બનવો મોટી ખબર બની શકે છે. કંગના મોટેભાગે ઘણાં મુદ્દા પર પોતાના વિચાર રજૂ કરતી રહે છે. જેને લીધે તે વિવાદોનો શિકાર થતી રહે છે. મોદી સરકારની નવી નીતિઓનું તે સમર્થન કરતી રહે છે. જેને લઇ તે વિરોધીઓના નિશાના પર આવતી રહે છે.

થોડા દિવસ પહેલા જ રીલિઝ થયેલી કંગનાની ફિલ્મ તેજસ ભલે બોક્સ ઓફિસ પર કશું ઉકાળી શકી નહી. પણ ફિલ્મને લઇ તેણે ખાસ્સો બઝ ક્રિએટ કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કંગનાએ આ ફિલ્મ દેખાડી અને તેમણે આ ફિલ્મની પ્રશંસા કરી. એટલું જ નહીં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી પણ આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. કંગનાએ પોતે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી જણાવ્યું હતું કે ભાજપા નેતાઓને તેની આ ફિલ્મ ઘણી પસંદ આવી છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond