![]()
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરે યોજાવાની છે એટલે કે હવે બે દિવસ પછી મતદાન થશે. રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસે તો કમરકસેલી જ છે, પરંતુ દક્ષિણ રાજસ્થાનની આદિવાસી વસ્તી ધરાવતી 15 બેઠકો બંને પાર્ટીઓને ભારે પડી શકે છે.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી ગુજરાતની એક નાનકડી પાર્ટી છે અને તેના નેતા છોટુ વસાવા છે. આમ તો આ પાર્ટીનું ખાસ વજન નથી, પરંતુ આદિવાસી વિસ્તારોમાં BTPનું પ્રભુત્વ છે.
દક્ષિણ રાજસ્થાનમાં પ્રતાપગઢ, ડુંગરપુર, ઉદયપુર, બાંસવાડા જેવા વિસ્તારોમાં 15 વિધાનસભા બેઠકો આવે છે અને આ બેઠકો પર આદિવાસી વસ્તી વધારે છે. BTP ભાજપ અને કોંગ્રસનો ખેલ બગાડી શકે છે. વર્ષ 2018માં BTPના 2 ઉમેદવારો જીત્યા હતા.
No comments:
Post a Comment