ફરિયાદ નોંધાતા ચૈતર વસાવા અચાનક ઉતરી ગયા ભૂગર્ભમાં, મોબાઈલ પણ બંધ, વનવિભાગે કસ્યો ગાળિયો - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, November 3, 2023

ફરિયાદ નોંધાતા ચૈતર વસાવા અચાનક ઉતરી ગયા ભૂગર્ભમાં, મોબાઈલ પણ બંધ, વનવિભાગે કસ્યો ગાળિયો

 Police complaint against Narmada Dediapada MLA Chaitar Vasava

નર્મદાના ડેડિયાપાડાના જંગલની જમીનમાં કબજા મામલે તપાસ દરમિયાન બોલાચાલી થતા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે જુઓ જિલ્લા ભાજપ પ્રમુખે શુ કહ્યું?

  • નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ 
  • નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા
  • ચૈતરભાઇ ભૂગર્ભમાં ઉતરી ગયા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ છે.

Image

વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર

ત્યારબાદ આ અંગે નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. માથાકૂટ મામલે વન વિભાગના અધિકારીઓ દ્વારા નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ છે.

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા
બીજી બાજુ આ પોલીસ ફરિયાદને લઈને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઇ છે. જે નિંદનીય છે. હાલ ચૈતરભાઇ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને પોલીસને કાર્યવાહીમાં સહકાર આપવો જોઈએ.તેમનો મોબાઈલ પણ બંધ આવે છે અને હાલ પોલીસે ધારાસભ્યની શોધખોળ શરૂ કરી હોવાનો ઘનશ્યામ પટેલે દાવો કર્યો હતો. વધુમાં ચૈતર વસાવા માટે આગોતરા જમીન લેવા તેમના સાથીઓએ દોડધામ હાથ ધરી છે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond