વાલિયા:વટારીયા ગામ પાસેથી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે મજૂરને ઝડપી પાડ્યો,ત્રણ ઇસમો ફરાર - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Thursday, November 2, 2023

વાલિયા:વટારીયા ગામ પાસેથી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે મજૂરને ઝડપી પાડ્યો,ત્રણ ઇસમો ફરાર

 Pewarna Fluorescent Deteksi Kualitas Wiski | Whiskey, Whiskey tasting, Good  whiskey

વટારીયા ગામ પાસેથી ઝડપાયો દારૂ
ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલ કાર ઝડપી પાડી
ચાલક ભાગતાં કાર વૃક્ષના થડ સાથે ભટકાઇ
પોલીસની પકડથી ચાર પૈકી ત્રણ ઇસમો ફરાર
મજૂરને લાખોના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો
કુલ 15.89 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધી નગરની ટીમે બાતમીના આધારે વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક મજૂરને 15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.

ગુજરાતમાં વિદેશી દારૂ જુગારની ચાલતી પ્રવૃતિઓ અટકાવવા સ્ટેટ સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધી નગરના પી.એસ.આઈ સી.એ તાવીયાડ,એ.એસ.આઈ રાકેશ અમૃતરાવ સહિતનો સ્ટાફ ભરુચ જિલ્લામાં પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે ,એક્સયુવી કાર નંબર-જી.જે.19.એ.એ.7740નો ચાલક મહારાષ્ટ્રના ખાપર ગામના દારૂના ઠેકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર ખાતે આપવા આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી વૈભવી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતાં ચાલકે કાર હંકારી મૂકતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં વટારીયા ગામ પાસેથી ટ્રાફિકજામ હોય ચાલક માર્ગની બાજુની સાઈડે ઉતારી ભાગવા જતાં કાર વૃક્ષના થડ સાથે ભટકાઇ અટકી ગઈ હતી. પોલીસે દોડી અંદર સવાર ચાર ઈસમોને પકડવાની કોશિશ કરતાં ચાર પૈકી ત્રણ ઇસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે દારૂનો જથ્થો ઉતારવા આવેલ મજૂરને પકડી પાડ્યો હતો. અને કારમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ કબ્જે કરી હતી.
પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 15 લાખની કાર મળી કુલ 15.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને નંદુરબારના કાકડખૂંટ ગામના નિશાળ ફળિયામાં રહેતો મજૂર બહાદુરસિંગ સેગજી વસાવાને ઝડપી પાડ્યો હતો. તો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર જયેશ રાજેશ ચૌધરી,ચાલક રાજેશ દશરથ પટેલ,તાજું રહેમુદ્દીન પીંજરિયા,જયેશ સૂર્યવંશી તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વરનો ધવલ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Source: 

Image: Pratikatmak  

 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond