આજથી PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, મહેસાણાને રૂ.5950 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, October 30, 2023

આજથી PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, મહેસાણાને રૂ.5950 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

 Aatmanirbhar Bharat: An idea whose time has passed

આજથી PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, મહેસાણાને રૂ.5950 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે
  • આજે વડાપ્રધાન સૌ પ્રથમ અંબાજી મંદિરે દર્શનાર્થે જશે
  • મહેસાણાનાં ડભોડા ખાતે જનસભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

 

શક્તિપીઠ અંબાજીમાં PM મોદીના આગમનને લઈને સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અંબાજીમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે નૃત્ય અને ભજન દ્વારા કરવામાં આવશે. આ સાથે 30 અને 31 ઓક્ટોબરે સરદાર પટેલની 148મી જન્મ જયંતીને લઈને કેવડીયા કોલોનીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે તેઓ એકતા નગર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત થશે
આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અંબાજી માતાના દર્શન કરવા જશે. અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવશે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવશે. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લેશે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત થશે. 

ડાભોડા ગામે યોજાશે કાર્યક્રમ 
ડાભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.5130 કરોડ છે. 

 


 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond