
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આગામી તા. 30 ઓક્ટોબર અને તા. 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે.
- વડાપ્રધાન તા. 30 અને 31 બે દિવસીય ગુજરાત પ્રવાસે
- પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં દર્શન કરશે ત્યારે બાદ ખેરાલુ ખાતે જનસભાને સંબોધશે
- બીજા દિવસે કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30 નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં વડાપ્રધાન આરાસુરી માં અંબાના દર્શનાર્થે પહોંચશે. ત્યાર બાદ વડાપ્રધાન ખેરાલુ પહોંચશે. જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
બીજા દિવસે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે
બીજા દિવસે તા. 31 નાં રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં
થશે. કેવડીયા ખાતે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે
વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ
પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રૂ.4778 કરોડના કામોનું કરાશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું
જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778 કરોડના
વિકાસકાર્યોના ખાતમૂહુર્ત
અને લોકાર્પણ થશે તેવું પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું હતું. પીએમ
મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધશે.
વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ
કાર્યકરો-આગેવાનોમાં આનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર એલર્ટ
PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ મહેસાણા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
PM મોદીની સભા સ્થળે 100થી વધુ CCTV કેમેરા લગાવાશે. સભા સ્થળ, પાર્કિંગ
સહિત અલગ-અલગ સ્થળો પર CCTV લગાવાશે. સૌપ્રથમવાર CCTV કેમેરાથી તંત્ર
ચાંપતી નજર રાખશે. કેમેરાનું મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં
આવ્યો છે. આપને જણાવી દઈએ કે, PM મોદી આગામી 30 ઓક્ટોબરે ખેરાલુના ડભોડામાં
સભા સંબોધશે.
ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ તેઓ ખેરાલુના ડભોડા
ખાતે જંગી સભાને સંબોધન કરશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું
હોવાથી વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ 4778 કરોડના વિકાસ કામોના
શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કેવડિયા ખાતે પણ હાજર રહેશે PM મોદી
પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડીયામાં હાજર રહેશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની
જન્મજયંતીએ એકતા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા
ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે. 31મી ઓક્ટોબરને
એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
No comments:
Post a Comment