હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે અને પોલીસ મળેલી છે: BJPના સાંસદ વસાવાએ ફરી આપ્યું મોટું નિવેદન, કહ્યું ટિકિટ ન મળે તો પણ... - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Saturday, October 21, 2023

હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે અને પોલીસ મળેલી છે: BJPના સાંસદ વસાવાએ ફરી આપ્યું મોટું નિવેદન, કહ્યું ટિકિટ ન મળે તો પણ...

 Former Union Minister MB Vasava Resigns From BJP

Allegation of BJP MP: દારૂ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી આપ્યું મોટું નિવેદન, તેમણે કહ્યું કે 'હું ખુલ્લેઆમ કહું છું દિનેશ બુટલેગર છે, પોલીસના કેટલાક મળેલા છે'

 llegation of BJP MP: અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દારૂને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે. તેઓએ જાહેરમાં કહ્યું છે કે દારૂથી આદિવાસી સમાજની બરબાદી થવાની છે, સમાજ સુધરવો જોઈએ અને વ્યસન મુક્ત થવો જોઈએ. 

હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલગર છેઃ MP મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર દિનેશ વાસવાનું નામ લઈને કહ્યું કે, સાત વર્ષ પહેલા મેં ચિત્રોલ ગામમાંથી 3 કરોડનો દારૂ પકડ્યો હતો. હું ખુલ્લેઆમ કહું છું દિનેશ બુટલેગર છે, પોલીસના કેટલાક મળેલા છે. જો ભાઈ એક વાત સમજી લેજો આ દૂષણને ડામવા માટે આવું બોલવું પડે. મનસુખ વસાવા જે બોલે છે, તે ભાષા બધાએ બોલવી પડશે. તો જ સમાજ આગળ આવશે. 

સમાજ વ્યસન મુક્ત થવો જોઈએઃ MP 
તેઓએ કહ્યું કે, કેટલાક ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે બહેનો રણચંડી બને છે, જો આ ભાઈઓ સાથે નહીં આવેને તો હું તમારી સાથે આવીશ. મેં આનો અભ્યાસ કરેલો છે અને અભ્યાસ કર્યા પછી જ હું બોલું છું. મારે આદિવાસી સમાજને ખૂબ જ ઊંચાઈ પર લઈ જવો છે. સમાજ સુધરવો જોઈએ અને વ્યસન મુક્ત થવો જોઈએ. ટિકીટ મળે કે ન મળે હું આદિવાસી સમાજ માટે બોલતો રહીશ.

આ પહેલા પણ આપ્યું હતું નિવેદન
આ પહેલા પણ ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ દારૂને લઈને નિવેદન આપ્યું હતું. 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેટલાક નેતાઓ તો સ્ટાર બેન્ડમાં લોકોને દારૂ પીવડાવીને આખી રાત નચાવે છે, સમાજ સેવા કરવાની તમારી આ નીતિ છે. યુવાનોમાં પડેલી શક્તિને શિક્ષણ તરફ ડાયવર્ટ કરવી જોઈએ, રોજગાર તરફ તેને ડાયવર્ટ કરવી જોઈએ. તો જ યુવાનોનું અને દેશનું ભલું થશે. દેશના પ્રધાનમંત્રી આ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. 

સોલીયા ગામમાં ફાટી નીકળ્યા છે બુટલેગરો
તેઓએ કહ્યું હતું કે, મને તો થોડી-થોડી ખબર પડી કે સોલીયા ગામમાં મોટા-મોટા બુટલેગરો ફાટી નીકળ્યા છે. આ રોકવું પડે, નહીં તો આ લોકો યુવા પેઢીને બરબાદ કરી નાખશે. મારો ઈતિહાસ જોઈ લેજો, હું તો ગમે એટલો મોટો ચરમબંધી હોય એને પણ ખુલ્લેઆમ બોલી દઉં છું.  આ બુટલેગરો યુવાનોને બરબાદ કરી રહ્યા છે. એકબાજુ દેશના પ્રધાનમંત્રી એમ કહી રહ્યા છે કે મારે સમૃદ્ધ ભારત બનાવવું છે, યુવા ભારત બનાવવું છે, યુવાનોના હાથમાં  દેશને સોંપવાની વાત કરે છે. આવી રીતે બનશે સમૃદ્ધ ભારત.

બધાએ આ મામલે બોલવું પડશેઃ મનસુખ વસાવા
સાસંદે કહ્યું હતું કે, આ દારૂ વેચવાવાળા અનેકવાર પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી. ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે,  બધાએ બોલવું પડશે. સોલીયા જ નહીં ઘણી જગ્યાએ આવા દુષણો ચાલે છે. તેમણે કહ્યું કે, નાંદોદના ચિત્રોલ-મયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારું વેચવાનું ચાલું રહ્યું છે. નર્મદા LCB પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી. એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે. સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયાનો એલસીબી હપ્તો લે છે. આવા લોકોથી ડરવાની જરૂર નથી. 

Source: 

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond