
અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાતા પોલીસે 13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને દબોચી લીધા હતાં.
- અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાયું
- ટ્રાન્સપોર્ટના ગોડાઉ
- કલરના ડબ્બામાં સંતાડ્યો હતો દારૂ
- PCBએ રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપ્યું
રાજ્યમાં વધુ એક વખત દારૂબંધીના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં દારૂનું ગોડાઉન ઝડપાતા પોલીસ દોડતી થઈ છે. બીજી બાજુ લોકોમાં પોલીસની કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઉઠ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂ છુપાવાયો હતો. જેમાં કલરના ડબ્બામાં દારૂ સંતાડ્યો હોવાનું બહાર આવ્યું હતું.
13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
PCBએ પાકી બાતમીના આધારે સરખેજ વિસ્તારમાં રેડ પાડી હતી. આ દરમિયાન દારૂના ગોડાઉનમાંથી 13 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને દબોચી લીધા હતાં. હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ ક્યાંથી આવ્યો અને કોને મંગાવ્યો? તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. વધુમાં આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દાહોદમાં LCB એ ફળફળાદી ભરેલી ગાડીમાંથી દારૂ ઝડપ્યો
બીજી તરફ આજે દાહોદ LCB ને પણ દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસ બાતમીના આધારે ફ્રૂટ ભરેલી ગાડીમાંથી દારૂની બોટલો પકડી લીધી હતી. આમ પોલીસ ફ્રૂટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી લીમડીથી લીમખેડા જવાના માર્ગેથી ગાડીમાંથી દારૂનો રૂ.3.51 લાખનાં જ્થ્થા સાથે વાહનચાલકની અટકાયત કરી હતી.
No comments:
Post a Comment