મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે, ભાજપની પાસે હિંદુત્વની ‘પેટેન્ટ’ નથી. તેમને દાવો કર્યો છે કે, શિવસેનાના સુપ્રિમો સ્વ.બાલા સાહેબ ઠાકરેએ ભાજપને બતાવ્યું હતું કે, ભગવા અને હિંદુત્વ ભેગા થતા કેન્દ્રની સત્તા હાંસલ કરવામાં મદદ મળી શકે છે. ઠાકરેએ કહ્યું કે, BJP ના વિરુદ્ધ શિવસેના હંમેશાંથી જ ‘ભગવા અને હિન્દુત્વ’ને લઈને પ્રતિબદ્ધ રહી છે, જ્યારે તેની ભારતીય જનસંઘ અને જન સંઘ જેવા જુદા-જુદા નામ છે, જે જુદી વિચારધારા પ્રસારિત કરે છે. ઠાકરે કોલ્હાપુર ઉત્તર સીટ પર 12 એપ્રિલે થનારી ઉપ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (MVA) ઉમેદવાર જયશ્રી જાધવના પ્રચાર અભિયાનમાં ડિજિટલ માધ્યમથી શામેલ થયા હતા.

જો રામ ન હોત તો BJP એ ક્યાં વિષય પર રાજનીતિ કરી હોત
ઉદ્ધવ ઠાકરેએ વર્ષ 2019મા વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલ્હાપુર સીટ પર શિવસેનાના ઉમેદવારને મળેલી હાર માટે રવિવારે BJPને જવાબદાર ગણાવ્યું હતું, તે સમયે બંને પાર્ટીઓનું ગઠબંધન હતું. ઠાકરેએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, શું BJP નું કોંગ્રેસની સાથે આ સીટ પર વર્ષ 2019ની ચૂંટણીમાં ગુપ્ત ગઠબંધન હતું. તેને કહ્યું કે, ‘BJPની પાસે હિંદુત્વનું પેટેન્ટ નથી. મને આશ્ચર્ય છે કે, જો ભગવાન રામનો જન્મ ન થયો હોત તો BJPએ કયો મુદ્દો ઉઠાવતી.
જો કે, ભાજપાની પાસે મુદ્દાની અછત છે, એટલે જ તે ધર્મ અને નફરત ફેલાવવાની વાત કરી રહી છે. ઠાકરેએ કહ્યું કે, તેના પિતા બાલા સાહેબ ઠાકરે, એવા વ્યક્તિ હતા, જેમને BJPને બતાવ્યું કે, ભગવા અને હિંદુત્વ તેમણે દિલ્હીના રસ્તા પર લઇ જઈ શકે છે.’

નોંધનીય છે કે, વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીના પછી CM પદ આપવા માટેના મુદ્દા પર BJP અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યું હતું. BJP અને શાહે ઠાકરેના મુખ્યમંત્રી પદ આપવાના વચનના દાવાને ફગાવ્યું હતું. શિવસેના MVAની ઘટક છે, જ્યારે ભાગીદાર કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. ઠાકરેએ કહ્યું કે, MVA ગઠબંધનનો પ્રયોગ સફળ રહ્યો છે. તેમને કહ્યું કે, આ જ કારણ છે કે શિવસેનાએ કોલ્હાપુર ઉત્તર સીટનો દાવો નથી કર્યો.

ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી(MVA)ના ઘટકોએ હાલમાં કરેલી બૈઠકમાં ખામીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. CMએ BJP પર નિશાનો સાધતા કહ્યું કે, અમે અનુભવ્યું છે કે, આ શાસન અથવા પ્રશાસન નથી, જેમાં અમે પાછળ પડી રહ્યા છે, પણ અમે ખોટી વાતો ફેલાવવામાં પાછળ પડી રહ્યા છે.
નોંધનીય છે કે, વર્ષ 2019મા કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત જાધવે શિવસેના ઉમેદવાર રાજેશ ક્ષીરસાગરને કોલ્હાપુર ઉત્તર સીટથી હરાવ્યું હતું, જાધવના નિધન પછી 12 એપ્રિલે ઉપ ચૂંટણી કરવામાં આવી રહી છે. MVAની ઉમેદવાર જયશ્રી જાધવ સ્વ. ઉમેદવાર જાધવાની પત્ની છે અને તેના વિરુદ્ધ BJPએ સત્યજીત કદમને ઉમેદવાર બનાવ્યો છે.
No comments:
Post a Comment